Love You Zindagi
જિંદગી નાની છે પણ....
દરેક પળમાં ખુશ છું,
કામમાં ખુશ છું,
આરામમાં પણ છું,
આજે પનીર નહી તો,
દાળમાં પણ ખુશ છું,
આજે ગાડી નથી તો,
પગે પગે ચાલવામાં ખુશ છું,
આજે કોઇ નારાજ છે,
તો તેના અંદાજમાં ખુશ છું,
જેને જોઈ શકતો નથી,
એના અવાજથી જ ખુશ છું,
જેને પામી નથી શકતો,
એના વિચારોમાં જ ખુશ છું,
સમય જવાનો હતો એ તો,
જતો રહ્યો એની મીઠી યાદો માં ખુશ છું,
એ સમય કાલે આવશે,
એની રાહ જોવામાં ખુશ છું,
હસતા હસતા જીંદગીના
બધા પળ વિતાવું છું,
હું મારા આજમાં ખુશ છું,
જીંદગી નાની છે,
હું મારી દરેક પળ માં ખુશ છું,
દિલને ગમી હોય તો જવાબ આપજો,
નહીંતર હું વગર જવાબે પણ ખુશ છું,