સંબંધોનું તો એવું હોય,
ઝોકાં હવાના આવે જાય
સંબંધ કોઇ દીર્ઘજીવી હોય,
પણ ના શાશ્વત કોઇ સંબંધ થાય!
અબોલ જીવ વહાલ વર્ષા કરતાં હોય,
પાંગરવા જગતમાં સંબંધ જરુરી થાય !
સંબંધ ઉછળકૂદનો, ક્યારેક ગંભીર હોય,
નિત નવાજૂની સંબંધોમાં પણ થાય !
માનવ એક સંબંધો અનેક હોય,
સત્વમય પ્રેરણાથી સંબંધો આલોકિત થાય!
-- વર્ષા શાહ