આમજ અમથું અમથું આ લખાતું હોય છે સખી,
ના કહ્યા વિના ઘણું કેહવાતું હોય છે સખી.
જાણું છું તને સમજ છે મારો ચેહરો વાંચવાની,
તે ક્ષણમાં જ કવિતા થવાતું હોય છે સખી,
તું સ્મરણમાં રહે નહિ તેવો દિવસ ઊગ્યો તો નથી,
ને ઊગે તો તે દિવસ , દિવસ ક્યાં હોય છે સખી,
આમ તો હું ખાસ લખવાને કાબિલ તો નથી,
બસ આ તારી દોસ્તી લખાવતી હોય છે સખી
દોસ્ત તું દોસ્ત જ રહેજે આજે, કાલે અને કાયમ
બીજા સંબંધો તો બદલતા રેહતા હોય છે, સખી.
સામ્યતા પણ છે એક તારા અને મારા જીવન માં કૃષ્ણ,
"એકંક' અમારી પાસે પણ દ્રૌપદી જેવી હોય છે સખી.
"એકંક"