ભવ એક અને કિરદાર અનેક, નિભાવવા માટેની મથામણ કરતો માનવી હંમેશ ,
નિર્દોષ એવા બાળપણ ની મજા જ કઈ ઓર હતી
પામવાની અને ખોવાની રમતો દૂર હતી.
મેળવવા ને સફળતા યુવાની જયારે આવે છે ,
સપના ઓ પુરા કરવાની ચુનોતીઓ સાથે લાવે છે.
લાગણીઓ ની ગડમથલમાં તો કયારેક સંબંધો ની મોહમાયા માં , સાથ મેળવવા ની તલાશમાં તો સાથે રહેવાની આશમા જિંદગી આમજ ગુંચવાઈ જાય છે.
કઇ કેટલાય અનુભવ કરાવતી આ જિંદગી શિખવિ એટલુ જાય છે,
કે રાખ ભરોસો ખુદ પર તુ શા માટે મુંઝાય છે
ના હોવા છતાં નકશા પંખી ગગન ને આંબી જાય છે.