પૂરું વાંચી ને કમેંટ કરવા વિનંતી.. 🙏🏼
"Nish ની નજરે.." Ep. 2
"આત્મહત્યા"
બહુ જોરદાર આઘાત લાગ્યો એના આટલા વેહલા જવાનો, અને એના થી પણ વધારે લાગ્યો જ્યારે સાંભળ્યું કે એણે આત્મહત્યા કરી..
મને યાદ એને હું જોતી છેક છેક એના સીરિઅલ નાં દિવસો થી અને હમેશાં હું એની ચાહક રહી છું. મને યાદ છે જ્યારે મારા જીવન નો બહું કપરો કાળ ચાલી રહ્યો હતો અને એનું મૂવી આવ્યું હતું "છીછોરે" જેમાં એણે આત્મહત્યા નો પ્રયત્ન કરી ચૂકેલા એના દીકરા ને એક સરસ ડાયલૉગ કીધો હતો.
"तुम्हारा रिजल्ट डिसाइड नहीं करता की तुम लूजर हो की नहीं, तुम्हारी कोशिशे डिसाइड करती है.."
અને આ ડાયલૉગ અને મૂવી થી હું પણ ઘણું શીખી હતી મને યાદ છે. પણ એ જ આટલી positive મૂવી માં કામ કરનાર એણે કેમ આત્મહત્યા કરી લીધી હશે મને હજી સમજાતું નથી.
R.I.P Sushant Singh Rajput.
પણ વાત હજી અધૂરી છે.
વાત આજે આત્મહત્યા ની છે, ઘણા લોકો ને લાગતું હશે કે જીંદગી થી હારી ને પોતાનો જીવ લઈ લેવો એ કાયર નું કામ છે.
જો તમે પણ એવું વિચારતા હોવ તો તમે ખોટાં છો દોસ્ત. આત્મહત્યા કરવા માટે બહુ હિંમત જોઈએ અને એ કોઈ કાયર નું કામ નથી. અને અધિકાર થી એટલે કહું છું કેમ કે પ્રયત્નો તો મેં પણ કર્યા હતા. બસ એતો પરિસ્થિતિઓ નું સર્જન કાંઈક એવું થાય છે કે માણસ માં ખુદ ખત્મ કરવા ની હિંમત આવી જાય છે.
પણ શું એ પરિસ્થિતિઓ થી બચવા કે છૂટવા નો એક આત્મહત્યા જ એક ઉપાય છે?
ના, ના, ના.. આત્મહત્યા ક્યારેય એનો ઉપાય નથી હોતો. અને કોઈ પણ પરિસ્થિતિ માંથી નીકળવા નો ફક્ત એક રસ્તો ક્યારેય નથી હોતો. બસ તમે ધ્યાન થી જોશો તો ઘણા રસ્તા મળી જશે.
પણ શું હોઈ શકે આત્મહત્યા નાં વિચારો અને આત્મહત્યા ટાળવા ના ઉપાયો?
જો તમે એવા સ્ટ્રેસ અને ડીપ્રેશન ના સંજોગોમાંથી પસાર થઈ રહ્યા હોય તો સૌથી સરળ ઉપાય છે, તમારાં મિત્રો તમારાં ચાહનાર લોકો સાથે એ બાબાતે વાત કરવી. તમને જે કાંઈ મુંજવે એ બધી વાતો દિલ ખોલી ને કરી દેવી.
પણ ઘણી વાર કોઈ એવી વાત હોય જે ના કહી શકો ત્યારે તમે કોઈ નિષ્ણાત થેરાપીસ્ટ ની પાસે જઈને પણ પોતાની તકલીફો શેર કરી શકો છો.
પણ ક્યારેય આવી મનોસ્થિતિ માં એકલા નાં રેહશો પોતાના મિત્રો અને પરિવાર સાથે વધારે સમય પસાર કરો. મનગમતી એક્ટિવિટી કરો.
આ કાંઈક મારાં ઉપાય છે જેને મને મદદ કરી હતી તમને પણ કરશે. અને તોય તમને એવા વિચારો આવતા હોય તો
"Feel free to message me"
મને ખુશી થશે તમારી મદદ કરી ને..
આત્મહત્યા છેલ્લો ઉપાય નથી.. 🙏🏼🙏🏼🙏🏼
P.S. : "I want to Thank one of my best friend Nidhi 'Nanhi kalam' for supporting me in my tough times."
Follow♥️
#nish
#nishhelps
-- Nish
https://www.matrubharti.com/bites/111473503