#AJ
પાદર છોડ્યાની વાત છે...!
નાદાનીના માથે બેડું મુક્યાની વાત છે !
સાંભળો ! આ પાદર છોડ્યાની વાત છે.
કાચી ઉંમર ને સમજણથી અજાણ છે,
આ કુમારીની જાયા બનવાની વાત છે !
ઢીંગલીને ચુંદડી ઓઢાડી જે હરખાતી !
એ રમતી દુનિયા લૂંટાઈ જવાની વાત છે.
નિરક્ષર સમાજની વળી આ તે કઈ રીત !
આબરૂ માટે, કાળજું દઈ દેવાની વાત છે.
થઈ પડ્યા ધ્વસ્ત પોતાના સપનાના ડુંગરા,
હવે, કોકના સપના પૂરા કરવાની વાત છે!
ઘનઘોર જંગલમાં જાણે ભૂલા પડી ગયા,
તાતના વયોયોગ્ય, ભર્તા હોવાની વાત છે!
કેમ ના હોય રેલમછેલ આ આંખલડીએ,
આત્મજના ઉંબરે, મા બનવાની વાત છે !
લક્ષ્મી અવતાર દરિદ્ર થયાની આ વાત છે.
પ્રથાને નામે તનયાઓ હોમાવાની વાત છે!
નાદાનીના માથે બેડું મુક્યાની વાત છે !
સાંભળો ! આ પાદર છોડ્યાની વાત છે.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.
#પાદર #lagninopaheloahesaseprem
#kajalozavaidyafansclub