Got 2nd number in short n sweet section at Gujarati Rasdhara platform.
*સમય....* (સમય થઈ ગયો)
હજી તો આવ્યા હમણાં હમણાં ને,
કહો છો ! જાવું છે હવે !
ઘણો સમય થઈ ગયો...
આંખોની તરસ પણ ક્યાં છીપાઈ હજી?
શું આમ અડધા તરસા મૂકી જાશો ?
તે કહો છો સમય થઈ ગયો..!
વાત તો માંડી જ હતી પ્રીતની હજી,
ના મળ્યા મનગમતા જવાબ મને,
અને કહો છો સમય થઈ ગયો..!
રણના એરંડ્યા સમો એકલો અટૂલો છોડી,
જવું છે, વિના વરસાવી પ્રેમની ઝળી એકેય,
અને કહો છો સમય થઈ ગયો..!
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*
#kajalozavaidyafansclub
#lagninopaheloahesaseprem