"Action speaks louder than words"
નાનપણથી આવું સાંભળતી આવી છું. પણ કોઈએ ક્યારેય એવી સ્પષ્ટતા નથી કરી કે કેવી એક્શન લેવી? અને આ જ કારણથી બધાં જેને જેમ ફાવે તેમ એક્શન લે છે.
એક શિક્ષિકા તરીકે હું એટલું માનું છું કે એક્શન જ્યાં જરુરી છે ત્યાં કરવી જ જોઈએ. પણ સાથે સાથે એ ધ્યાન રાખવું કે આ એક્શન કંઈક ફાયદાકારક હોય. જેમ કે, અમે શિક્ષકો બાળકોને પાંચ દસ વાર લખવા આપીએ છીએ. જેનો હોબાળો મચે છે. પણ એ નથી સમજતું કોઈ કે આ બાળક માટે જ ફાયદાકારક છે. એક તો સજા અને ઉપરથી ગુસ્સામાં લખવાનું, એટલે આપોઆપ જ બાળકને યાદ રહી જાય છે.
માટે એક્શન લેવી એ ખરાબ નથી, પણ એ ક્યાં અને કેટલી હોવી જોઈએ એનું પ્રમાણ ખબર હોવી જોઈએ.
#Actions