_fire_feelings_ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_fire_feelings_ bites

#_fire_feelings_



ખબર નય કેમ,,
બસ તને ચાહવું તને મળવું 'ને તને માણવું ખૂબ જ ગમે છે,,
તું ખરેખર સોમયતા ની મૂરત છે યાર, જેને કોઈપણ પ્રકારના શણગારની જરૂર જ નથી,,
પેલું કહેવાય છે ને, કે સાવલે રંગ કો સજનેકી જરૂરત કહાં,,
બસ એવું જ છે તારું,
નાં શણગાર, નાં સજાવટ, નાં નખરાં, કોઈ પણ વસ્તુની જરૂર નથી તને,,
માત્ર તારો આ ઘઉં વર્ણ રંગ જ કાફી છે સુંદરતા ને શરમવવા યાર,,

આ તો થઈ તારી બાહ્ય સુંદરતાની વાત, અને હવે તારું હ્યદય ખોલું છું,,
જેમાં હમેશને માટે માત્ર ને માત્ર મીઠાશ જ ભરી છે,,
એક એવી મીઠાશ જે દુઃખ, દર્દ, નિરાશા, હતાશા, તૃષ્ણાને ચીરીને તૃપ્તતાંનાં છોડ પર બેસેલાં કોઈ પક્ષી સમ શ્વાસને મધ્યમ ગતિમાન કરતી ધરી જેવી છે,,
હાં ખરેખર, તન, મન, હ્યદય અને શ્વાસ ને અતિ આનંદિત કરતી કોઇ કલ્પના જેવી છે તું,,
માટે જ કદાચ હું એવું માનું છું કે તું એ જ છે, જે મારાં હ્યદયને અનંત શાંતિ સુધી લઈ જઈ શકવામાં સમર્થ છે..!!!
I love you so much my dear tea,, ☕❤️

#_fire_feelings_
.
એક વ્યક્તિ પાગલ અને એક સાવ ઘેલી,,
હ્યદય બંનેના સૂલજાવ્યાં કરે છે પ્રિતની પહેલી,,

એકની આંખોમાં છે અવકાશ આશાઓનું,,
તો એકની પાપણ જાણે સપનાંઓ ની થેલી,,
રોજે રાતલડી રમ્યાં કરે છે બંને સંગાથ,,
સંગ લઈ સોનેરી કિરણ સૂરજની પહેલી,,

એક જડે છે જખનાંઓ કોરાં કાગળ પર,,
તો એકની લાગણીઓ જાણે શબ્દસાહેલી,,
રોજ માણે સંવાદ બંને કલ્પચિત્રોથી,,
સંગ લઈ સ્મૃતિ સમજે છે હરખની હેલી,,

શું મળશે?, પરિણામ બંનેને મન ચાહ્યું,,
કે રહી જશે ગૂંચવાયેલી જ આ પ્રીત પહેલી,,
મેં તો રચી દીધું અસ્તિત્વ બંને નું અહીં,,
કારણ, વાસ્તવિકતા જાણવાની વાત એણે જ મને કહેલી..!!!
Jay Patel,,,

#_fire_feelings_ by jay,,,


વાદળ બંધાયા, દિલ નાં ગગનમાં,,
વરસી ગયો આજ વરસાદ રણમાં,,

સાતે સૂર એવાં, રણક્યાં પવનમાં,,
પ્રાણ પૂરાંયા હો', જાણે કણ કણમાં,,


નજરો મળી ત્યાં તો વેળા છળી ગઈ, ભીની સુવાસ કોઈ મનમાં ભળી ગઈ,,
બે પળ બળ્યાં એમ મીઠી અગનમાં, કે લાય લગાવી હોં' જાણે તન-મનમાં,,
વાદળ બંધાયા દિલ નાં ગગનમાં,,,,


સપનાં સજાવાની બારી મળી ગઈ, પડખે ફૂલવાડી ની પાળી ભળી ગઈ,,
બે ફૂલ મલક્યાં કૈં એવાં ચમનમાં, કે રાસ રમ્યાં હોં' કાન રાધે સંગ વનમાં,,
વાદળ બંધાયા દિલ નાં ગગનમાં,,,,,

વાદળ બંધાયા, દિલ નાં ગગનમાં,,
વરસી ગયો આજ વરસાદ રણમાં..!!!
Jay Patel,,,

#_fire_feelings_
💞💞💞
.
આજ મને રમવા દે, તારાં અંગે-અંગ પર આંગળીઓ ને ભમવા દે,,
સ્હેજ પાલવ પડખે નમવા દે, તારું રોમ-રોમ રાતી આંખોને જમવા દે,,

કાળાં ભમ્મર વાદળીયા તારાં કેશમાં, મેંઘધનુષી વેણી મને વણવા દે,,
કસ્તુરી સુવાસ ફેલાવતાં દરેક રુંઆ ને, હોંઠ અડાડી-અડાડી ગણવા દે,,

કર ક્યારના બની બેઠાં છે કાળોતરાં, એને પાતળી કાયા ફરતે ફરી વળવા દે,,
ભયંકર ભડકામાં બળે છે શ્વાસ, એને સ્હેજ નિતરતાં હોંઠમાં પલળવા દે,,

બેફામ ધબકતાં આ ધબકારને, આજ શાંત સાગરમાં ભળવા દે,,
આપ આલિંગન એક એવું અનુપમ, કે આત્મ આત્મા ને મળવા દે..!!!

#_fire_feelings_


જોતાં જ એનો ચહેરો, હોંઠ સિવાય જાય છે,,
કહેવું હોય છે ઘણું, પણ ભૂલાઈ જવાય છે,,

કૈક અલગ જ પ્રકારની ઉભરી આવે છે લાગણી,,
'ને હ્યદયથી ખરેખર થોડાં ધબકાર ચૂકાઈ જવાય છે,,

"કેમ છે?" પૂછીને અંદર અંદર છલકાઈ જવાય છે,,
હોંઠ રહે છે પહોળા, 'ને ભાન બે ઘડી ભૂલી જવાય છે,,

ક્યારેય પણ નથી થઈ શક્યું એ વ્યથા નું શબ્દોમાં વર્ણન,,
કૈક એટલી હદે સાલું, હ્યદયમાં ગૂંચવાઈ જવાય છે..!!!

#_fire_feelings_
.
.
ચાલો બતાઉં તમને, ક્યાં છે પ્રેમ?, જો શોધવાને નીકળ્યાં હોય,,
ચોકોર હોય આનંદી હિમ, છતાં જો અંદરથી તમે પીગળ્યાં હોય,,

બે પળ નું હોય મિલન, તોયે વ્યથા હ્યદયની કળ્યાં હોય,,
એ દરેક જગ્યાએ છે પ્રેમ, જ્યાં રાધાકૃષ્ણ મળ્યાં હોય,,

જિંદગી આખી હોય ભલે તુરી તુમડી, છતાં બે પળ એમાં ગળ્યાં હોય,,
ત્યાં પણ છે પ્રેમ, જો ને, જ્યાં જોગણનાં વ્રતો બધાં બળ્યાં હોય,,

ઘેરી વળેલું હોય મનને મૌન, છતાં મહેફીલમાં શાનથી ભળ્યાં હોય,,
ત્યાં પણ મળશે પ્રેમ, જ્યાં આંગણું ભીનું 'ને કોરાં હૈયાંના ફળીયા હોય,,


એકમેક ની લાગણીઓ માં, જે અલ્પ શબ્દવર્ષાએ પલળ્યાં હોય,,
એ અનુપમ આંખોમાં પણ છે પ્રેમ, જ્યાં મારાં નામનાં ઝળઝળિયાં હોય..!!!