#AJ #matrubharti #સાયબી #દીકરી
" સાયબી "
મળે ખુશી પળ બેપળ માટે,
આજીવન બની રહે જરૂરી તો નથી.
તમે આવ્યા જિંદગીમાં !
તો જાણે ગુલાબ ખીલ્યું બાગમાં,
પણ ગુલાબ કાયમ મહેંકતું જ રહે !
જરૂરી તો નથી...!
હસવું, રડવું, રમવું, સંગાથે !
બાળપણની યાદો બાળપણમાં જ રહી,
જુવાની માં એ યાદો ફરી જીવવા મળે,
જરૂરી તો નથી...!
બંગલા, ગાડી, મોટો વૈભવ તારે,
મન મારે *સાયબી* મારી દીકરીની એવી !
ભલે ને જાશે કાલે વહી, થઈ જાઉં લાચાર,
જરૂરી તો નથી...!
મળે ખુશી પળ બેપળ માટે,
આજીવન બની રહે જરૂરી તો નથી.
*મિલનની લાડ. વલસાડ. કિલ્લા પારડી.*