The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
ChintanNiPale Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful ChintanNiPale quote can lift spirits and rekindle determination. ChintanNiPale Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
આપણા નિર્ણય નિષ્ફળ જાય ત્યારે એને ભૂલ માની લેતા હોઈએ છીએ. નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ ઉપરથી ખબર પડે છે. પરિણામ સારું ન હોય એટલે નિર્ણયને ખોટો ઠરાવી દેવો એ આપણે લીધેલા આપણા નિર્ણયનું જ અપમાન છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
દરેકના મનની લિપિ અલગ અલગ હોય છે. મન દરેક વખતે વંચાતું નથી, ક્યારેક વંચાવવું પણ પડે. આપણે સમજતા હોઈએ એ આપણી વ્યક્તિ સમજી જાય એ જરૂરી નથી. મનમાં જે હોય એ મોઢેથી બોલાવવું પણ જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
સાચો છાંયો પાંદડાંથી સર્જાતો હોય છે. ડાળીઓનો છાંયો શીતળ ન લાગે. હવાથી પાંદડાં હલતાં હોય છે, ડાળીઓ નહીં. આપણી જિંદગીમાં સંબંધો એ પાંદડાં જેવા છે જે ફરકતા રહે, હવા અને શીતળતા આપતા રહે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
મજબૂરી અને ડરને સંસ્કારનું નામ ન આપી શકાય. આપણે સાચા હોઈએ છતાં જેમ ચાલતું હોય એમ ચાલવા દઈએ એ દરેક વખતે યોગ્ય હોતું નથી. જ્યારે લડવાની જરૂર હોય ત્યારે લડી લેવું પડતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
મૂરઝાયેલું મન ચહેરા પર ઉદાસીના ચાસ પાડી દે છે. તરડાયેલા ચહેરા મરડાયેલા મનનું કારણ હોય છે. મનને મરવા નથી દેતો એ માણસ જ જીવતો, જાગતો અને ધબકતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
ફરિયાદ કરવી હોય તો હજાર કારણો મળી આવશે, સુખી થવું હોય તો એક જ કારણ બસ છે. આપણી પાસે સુખી થવાનાં અનેક કારણો હોય છે, પણ આપણે એની તરફ નજર નથી નાખતા. દુ:ખનું એક કારણ પકડીને બેઠા રહીએ છીએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
સંબંધ સુષુપ્ત થયો હોય તો એક પ્રયાસ કરી જુઓ, સંબંધ સાચો હશે તો સજીવન થયા વગર નહીં જ રહે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
જેનું મન મક્કમ છે, જેનું મન મજબૂત છે, જેનું મન સ્વસ્થ છે એ માણસ જ જિંદગીને સાચી રીતે સમજી શકે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
ઉદાસીનો અંત જ ઉત્સાહનો આરંભ બનતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.