કૃષ્ણનાં સુખની વાત કરીએ તો જન્મ્યા ત્યાં માઁ થી અલગ થયા..જેને પ્રેમ કર્યો એ રાધા સાથે પરણી ના શક્યા..દેવકી કરતા પણ અધિક એવી યશોદા માઁ સાથે આજીવન જીવી ના શક્યા..જેટલી પણ સ્ત્રી સાથે લગ્ન કર્યા એ બધા જ રાજનૈતિક લગ્ન, મન વગરનાં લગ્ન..ધર્મની સ્થાપના માટે પોતાના પરિવારથી દૂર રહ્યા..ને તોય નસીબ તો જુઓ જેને શરીરે દરરોજ ચંદન ચોળાતું એને મૃત્યુ વખતે તિલક માટે પણ કોઈ નહોતું..જો સ્વયં ભગવાન પણ માણસ બનીને આટલું બધું વેઠી શકે તો આપણે તો સાવ સામાન્ય માણસ છીએ..!!!
- Nikee