Quotes by Rinal Patel in Bitesapp read free

Rinal Patel

Rinal Patel

@rinalpatel7136


જીવનનો ઉદ્દેશ્ય પોતાનો વિકાસ કરવાનો હોવો જોઇએ .
નહીકે બીજાને ઉપદેશ આપવાનો એ સમજાય જાય તો સમજવું કે તમારો ઉદ્દેશ્ય પૂરો થશે...
ટૂંકમાં બીજા શું ,કેવા ,કેમ એ વિચારવાનું બંધ કરી દો.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Read More

ભરોસો ઝેંગાના બ્લોક જેવો હોય છે .
એક પણ બ્લોક હલી ગયું તો એ આખેઆખો તૂટી જાય છે.

અંતરની દ્રષ્ટિએ.
- Rinall.

સમજદાર હોવું ને સમજદાર હોવાનો ઢોંગ કરનાર બંનેમાં ઘણું અંતર હોય છે.
સમજદાર વ્યક્તિએ એકની એક વાતને વિચારવી નથી પડતી ને ઢોંગ કરનારાઓ એ વાતને આખો વખત વિચારતાજ રહે છે.
સમજ્યા સમજદાર લોકો.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Read More

ઈચ્છાઓ તો એવી હોય છે મારી,
કે ખૂબ ઊંચે આકાશે ઉડી શકુ.
પણ એવી રીતે નહી કે,
આકાશે ઉડનારા ની પાંખો પણ કાપી નાખું.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Read More

જ્યારે તમારા અસંભવ લગતા કાર્યો પણ તમારા વિચારો અને સંઘર્ષ દ્વારા જો સંભવ બની શકતા હોય, તો તમારા જીવનની નિષ્ફળતા ને પણ તમારા સકારાત્મક વિચારો દ્વારા તમે સફળ બનાવી શકો છો.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Read More

પ્રાર્થના એ અક્સીર દવા સાબિત થાય છે,
જેની સામે દુનિયાની બધી દવા નિષ્ફળ હોય છે.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

મિત્ર એ નથી હોતો કે જે રોજ સાથે બેસીને ચા પીવા ભેગા થાય ને એકબીજાનું મન હળવું કરે,મિત્ર એવા પણ હોય છે રોજ ચા પીતી વખતે યાદ આવી જાય ને તમે મનમાંજ બોલી દો અરે યાર તકલીફ હતી પણ એની સાથે ભલે એ થોડીવાર મળતી પણ ચા પીવાની મજાતો હતી.

અંતરની દ્રષ્ટિએ.
- Rinall.

Read More

તમે તમારા માટે ત્યારેજ જીવી શકો
જયારે તમને સમજાય કે તમારી ખુશી શેમાં ને શા માટે છે.
બસ આટલું સમજાય જાય એ વ્યક્તિ ક્યારેય દુઃખી નથી હોતો દુઃખોમાં પણ એ ખુશી શોધીજ લે છે.

અંતરની દ્રષ્ટિએ.
Rinall

Read More

સંયમ અને સમાધાન આ બંને વચ્ચે નાનકડો ભેદ છે.
સંયમ એના માટે રાખવું જયાં આપણી જરૂર હોય,ને સમાધાન એની સાથે કરવુ જેની આપણને જરૂર હોય.

અંતરની દ્રષ્ટિએ
Rinall.

Read More

ઘમંડમાં જીવનારી દરેક વ્યક્તિને એવું લાગે છે, કે અમને કોઈ તોડી શકે નહીં પરંતુ એમનો જ ઘમંડ એમને અંદરને અંદર તોડતો હોય છ. જેની એમને ખબર પણ નથી હોતી. આ વાત હું પણ ત્યારે જ સમજી જ્યારે કેટલાક ઘમંડી લોકોનો મને અનુભવ થયો.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Read More