લ્યો, આ દુનિયા ના રંગે રંગે
મેં રંગી મારી જાત ને
મન માં બેઠો પ્રહલાદ કહે
કે , મુને બચાવો માત!
મેં કહ્યું બેટા ઈશ્વર છે
તે લેશે તને ઉગારી
ને ત્યાંજ એ કલયુગી થયો
તેણે પુતના ને બચાવી
મેં જ બચાવ્યો પુત્ર મારો
જુઓ,દાઝી ગયાં છે હાથ
આ દુનિયા ના . . . . .
પછી,કરે છે વાહ વહી
તાળી પાડવા ને આયા!
લીલાં સૂકા લાકડ જેમ
જુઓ બળતણ મહીં ફાવ્યા
રડતી આંખો ના દેખી
હસ્યો!,આવી સારી નાત?
આ દુનિયા . . . . . .
એ અગ્નિ ની પરીક્ષા માંથી
કાપડ બચ્યું છે જાજુ
બોલો !,કોને આપું કે
જેને, જોતું આવો આ બાજુ
સત ના શણગાર સજો
ભલા,તજો અસત ની ખાદ
આ દુનિયા . . . . . .
બોલ્યું ચાલ્યું માફ હરિ
હવે,તારો વાંક નહિ કાઢું
જીભ સટાવી દીધી પછી
કેને બોલે શું દાઢું?
લે,પ્રહલાદ તારો,પુતના તારી
મુને બસ, રાજપાટ તું આપ
કે, આ દુનિયા ના રંગે રંગે
મેં રંગી મારી જાત
ઝલક