સપનાઓનો સુરજ સાંજ પડે આથમી જાય છે
સવાલ જીંદગી નો અહીંયા કયાં કોઈને પુછાય છે

મારું અને તારૂ કરતો રહ્યો આજનો સ્વાર્થી માનવી
સમય આવ્યે ઈશ્વરને રિશ્વત દેતો થઈ જાય છે

સજાવી લીધા નિર્જીવ જેવા સંબંધોને એક છબીમા
મોજે દરીયા કહેતો માનવી અંદરથી દુભાય છે

રામ ભલે કરે વર્ષોના વનવાસ અહીંયા
સોનાની નગરીનો રાવણ થાપ ખાતો દેખાય છે

પૈસા પાછળના પાગલપનને ભેટી રહ્યા સૌ
માનવી જ માનવી ને છેતરતો થઈ જાય છે

અેકબીજાની લાગણીને ખો આપી રહ્યા સૌ 'અંદાજ'
સવાલ જીંદગી નો અહીંયા કયાં કોઈને પુછાય છે ?

Gujarati Shayri by Rikeen Machhi : 1206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now