" પીપળાનું પાન "
===========
આપી પીપળા નું પાન,પ્રેમનું પ્રદર્શન કર્યું તે,
તે તને યાદ છે,..?
મૂકી પુસ્તક વચ્ચે,પાન પીપળાનું, ઊંડા લીધા શ્વાસ મેં,
એ મને યાદ છે..
મારા નામનો અક્ષર,ઘુંટી પાડી ભાત તે,
તે તને યાદ છે,..?
આંખોં મીંચી,અડતાં એ અક્ષરને,અહેસાસ થયો સ્વર્ગનો,
એ મને યાદ છે..
ચા પીઇને,બેઠા.અડધી રાત સુધી.
તે તેને યાદ છે,?
ઝીણું,ઝીણું હસ્તાં,હરેક જવાબ દીધા મેં.
એ મને યાદ છે..
પુસ્તકને પંપાળી પાછું લીધું,પીપળાનું પાન તે,
તે તને યાદ છે,..?
કરી બે ભાગ,આપ્યો એક મને,
ને બોલી,:- "આ મારુ દિલ છે."
એ મને યાદ છે....
જુદા થયાને,એક જમાનો થયો.
થયો પરાયો હું,તારે મન"યાદ"નો પાયો તું,મારે મન.
મારા જીગરમાં,તુ એક.તારા જીગરમાં વસ્યા અનેક.
પાન સુકાયાં,પ્રેમ સુકાયાં
પ્રેમમાં સાચાં -ખોટાં,આપણે પરખાયાં.
તે,તને યાદ છે,.?
હા,યાદ છે.તે,કોલેજનાં,-પીપળાનાં ઝાડ ને......|
🖊️જયા.જાની.તળાજા."જીયા"