તું બધું કર... પણ કોઈને "નડ" નહીં
— પ્રેરક કાવ્ય રચના —
દોસ્ત, તું બધું કર, પણ કોઈને "નડ" નહીં,
જે વાત ના સમજાય, એમાં "પડ" નહીં !
જીવનભર આવતી તકલીફો સામે,
કારણ વગર તું ક્યારેય "રડ" નહીં;
અને નાની નાની વાતોમાં હંમેશાં,
લોકો સાથે વાતે વાતે "વડ" નહીં !
એ દોસ્ત, તું બધું કર, પણ કોઈને "નડ" નહીં,
ને જે વાત ના સમજાય, એમાં "પડ" નહીં !
સત્યના માર્ગે તું હિંમતથી ચાલજે,
ખોટા અહંકારની જિદ્દ પર "અડ" નહીં;
પારકાં સુખ જોઈને ઈર્ષ્યા ના રાખજે,
કોઈની પ્રગતિ જોઈ મનમાં "બળ" નહીં !
સમયની કિંમત તું સમજજે હંમેશાં,
આળસના પલંગે વ્યર્થ તું "સડ" નહીં;
પરિશ્રમ કરી તું સફળતા મેળવજે,
સપનાં પૂરાં કરવા મુશ્કેલી સામે "લડ" તું;
પણ વ્યર્થ વિવાદોમાં ક્યારેય "ઝઘડ" નહીં !
મળ્યો છે માનવ અવતાર તો દીપી ઊઠજે,
સદ્કર્મોની ડાળી પર સાચું ફૂલ થઈ "ફળ" તું;
નૂતન વર્ષે મનના વેરભાવ ભૂલી, સ્નેહના રંગે સહુને "મળ" તું;
બેસતા વર્ષે નવા સંકલ્પો લઈ, સાચા રાહ પર ડગલું ભરી "ચડ" તું !
એ દોસ્ત, તું બધું કર, પણ કોઈને "નડ" નહીં,
ને જે વાત ના સમજાય, એમાં "પડ" નહીં !
❖ ❖ ❖
રચનાકાર: ઉમાકાંત 'ઉન્મેષ'