માણસ જેવી અઘરી કોઈ જાત નથી.
આત્મ જેવી બીજી કોઈ ઘાત નથી.
કીડીઓને જોઈ છે મેં સદા સમૂહમાં,
લાગે છે કે એના જેવી સંપીલી નાત નથી.
મળ્યો છું કેટલાયને આજદિન સુધીમાં,
પણ ગુરુ જેવી કોઈ દુર્લભ મુલાકાત નથી.
જાતજાતના લોકોથી સંબંધ છે મારે પણ,
ગમે છે એ જેના અંતરે કોઈ ભાત નથી.
દરેક અંધારી રાતને રોશની અજવાળી શકે,
પરંતુ મોહનિશા સમી બીજી રાત નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.