જે ઘરમાં
અમુક અપવાદને બાદ કરતાં,
ઘરનાં તમામ સભ્યોનો
સવારે જાગવાનો, અને સૂવાનો સમય નિશ્ચિત હોય, તેમજ
સવારની દૈનિક ક્રિયાની સાથે-સાથે, ઘરની યોગ્ય સાફ-સફાઈ બાદ,
પૂજાપાઠ કરવાનો સમય,
સ્કૂલ, કોલેજ, નોકરી, ધંધે કે પછી ક્યાય પણ જઈએ ત્યારે, ઘરેથી નીકળતા,
પ્રભુ, અને માતા-પિતાને પ્રણામ કરવાની આદત,
તેમજ ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી,
જે શિક્ષક આપણને શિક્ષા આપે છે,
કે પછી, જે નોકરી-ધંધો આપણને
રોજી-રોટી આપે છે,
એ બંને સ્થાન પર પૂરી પ્રામાણિકતા, નિષ્ઠા અને આપણું પહેલું કર્તવ્ય સમજી શિક્ષા ગ્રહણ કરવાની, અને
કામના સ્થળે, પૂર્ણ ઈમાનદારી બતાવવાની તૈયારી રાખે છે.
એ ઘરમાં કાયમ માટે, સદાય શ્રી લક્ષ્મીજીની કૃપાની સાથે-સાથે,
શાંતિનો પણ કાયમી વાસ રહે છે, અને આટલું કરવા માટે,
ક્યાંય પણ પૈસાની જરૂર નથી પડતી, બસ ખાલી આળસ ખંખેરી, આપણા ઘર-પરિવારની સુખાકારી માટે,
ઘરમાં અમુક નિયમ બનાવવા સિવાય, બીજું વધારે કશું કરવાનું નથી રહેતું.
મતલબ કે,
આ પારિવારીક સુખ, અને શાંતિ સુધી પહોંચવા માટેનું પહેલું પગથિયું છે,
ને છેલ્લું પણ.