બીજી ઓક્ટોબરે ફોટામાં પરખાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.
ભાષણોમાં વાતવાતે હોય વર્ણવાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.
વૈષ્ણવજનમાં જે હજુએ ગવાતા,
રઘુપતિ રાઘવ ધૂનમાં સંભળાતા.
ચલણી નોટમાં હૈયાસરખા ચંપાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.
આઝાદીના દાતા મોહન સદા મનાતા,
અગિયારવ્રત થકી પણ ઓળખાતા.
દેશભક્તિના મૂળમાં જે જઈ સમાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.
આચરણશૂન્યતામાં સૌ લોક અટવાતા,
સ્વાર્થની બુનિયાદે રાષ્ટ્રપિતા ભૂલાતા.
તકસાધુના મેળામાં પામવાને તરસતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.