ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની
સૌથી સરળ રીત એજ કે,
ક્યારેય પણ
કોઈપણ સંજોગોમાં
કોઈપણ કારણોસર
માણસાઈ ન ચૂકવી,
કારણ કે,
પ્રભુએ આપણને જે માણસ તરીકે જન્મ આપ્યો છે, એ આ એકજ વિશ્વાસ સાથે આપ્યો છે કે, આપણે આપણી માણસાઈ નહીં ચૂકીએ, અને આ ખરેખર આપણા સૌની ઈશ્વર પ્રત્યેની સૌથી મોટી અને સૌથી પહેલી જવાબદારી પણ છે, અને ફરજ પણ, અને આ જવાબદારી કે ફરજમાં કેટલી તાકાત છે, એ જો આપણે જાણવું હોય તો એનું એક ઉદાહરણ એ આપી શકાય કે, જો આપણે ફક્ત એકવાર પણ માત્ર, ખાલી એટલું પણ બોલીએ કે બહુ સારા બનવામાં મજા નથી, તો એ પણ પ્રભુએ આપણી ઉપર મુકેલ વિશ્વાસનું અપમાન કરવા બરાબર છે.
માટે ભલે આપણે કોઈનું ભલું ન કરી શકીએ, બાકી કોઈનું બૂરું થાય એવો એક વિચાર પણ મનમાં ન લાવીએ.