કોઈપણ વ્યક્તિ જ્યારે એની અણઆવડત, સ્વભાવ કે પછી એની કોઈ મજબૂરીને કારણે જ્યારે આપણું કોઈપણ કામ બગાડે, ત્યારે
આપણું મગજ બગડતું હોય છે, અથવા તો આપણે આપણું મગજ બગાડતા હોઈએ છીએ,
બસ અહીંયા જ આપણી સૌથી મોટી ભૂલ થાય છે, એને બદલે
જો આપણે એવું કંઈ કરીએ કે,
જ્યારે આપણી સાથે કોઈપણ વ્યક્તિ,
આપણું મગજ બગડે એવો વ્યવહાર કરે,
ત્યારે આપણે આપણા મગજને બગાડવાને બદલે, આપણું પૂરું ધ્યાન, એને ચલાવવા પર કેન્દ્રિત કરીએ,
કે હવે મારે એવી બીજી કઈ રીત અપનાવવી ? કે જેના થકી
મારું આ અટકેલું કામ
હું આગળ વધારી શકું ?
જો આપણે આપણામાં આટલો ફેરફાર કરી શકીશું, તો આ એક વાતનો વિશ્વાસ રાખજો કે,
આપણી જિંદગીમાં, આપણને ફાયદો થાય એવા,
ઘણા બધા અને મોટા મોટા ફેરફારો, અને એ પણ, આપોઆપ થવા લાગશે.