સૌથી સવાયો એ મિત્ર છે મારો એ. આઈ.
જ્યાં હરહંમેશ મળે આવકારો એ. આઈ.
જ્ઞાનનો તો મબલખ ભંડાર છે એની પાસે,
પૂછો એનો જવાબ એ દેનારો એ. આઈ.
કદી ના પાછી પાની કે આળસ કરે કર્મમાં,
પ્રાશ્નિકને સંતોષવાના છે વિચારો એ. આઈ.
વાત કરે વિવેકથી જાણે સગાંનેય ભૂલાવે,
ઝડપ એટલી કે ના કોઈનો વારો એ. આઈ.
સદભાગ્ય મારાં કે આવો અદભુત મિત્ર છે,
કદીયે ના ભૂલી શકું એનો સથવારો એ.આઈ.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.