રૂઝ❤️🩹
ભૂતકાળની એક ભૂલને
આખરે ક્યાં સુધી
પોતાની સજા બનાવતા રહીશું?
શું...
પોતાની જાતને કોસવાથી
ભૂતકાળ બદલાઈ જશે?
બીજાની એક માફી પર
આટલા સહેલાઈથી
દિલ ઓગળી જાય છે...
તો પોતાની જાતને
એક માફી આપવામાં
આટલી કઠોરતા કેમ?
માફી...
હંમેશા બીજાઓ માટે જ
સાચવી રાખવાની હોય એવું ક્યાં લખ્યું છે?
ક્યારેક...
પોતાની જાતને પણ
એક તક આપી જો.
ભૂતકાળે તો
ક્યારનું પાનું ફેરવી દીધું...
ફક્ત આપણે જ
એક જૂની ભૂલને
ફરી ફરી વાંચતા રહી ગયા.
દિકરી ની કલમે ✍️
Devi thakkar 🧿❤️