"હાવજ" (ગીર કાંઠાનો કેસરી)
ગીર કાંઠાનો કેસરી એ તો જંગલનો કેરો અવતાર,
હાકલ મારે ડુંગરામાં ને થરથર કાપે સંસાર.
ડાલામથ્થો રાજા એ તો, ડણક એની ભારે,
હાવજ જ્યારે નીકળે ત્યારે વાટ સૌ નિહાળે.
કુંભસ્થળ પર કાળી કેશવાળી સોહે કેવી રૂડી,
એની આંખોમાં તો છાક ને ખુમારી કેવી રૂડી.
ડર વગરનો હિંમતવાળો, નમતો નહીં કદીયે,
ગીરની માટીનો એણે તાજ રાખ્યો શિરે.
જ્યારે મારે ત્રાડ ત્યારે થંભી જાય પવન,
જેની ગર્જનાથી ગૂંજતું આ આખુંયે ગગન.
માલધારીના નેહડામાં પ્રીત એની અડીખમ,
શૌર્ય તણું આ રૂપ જોઈ દુશ્મન ઢળે લળખમ.
માન-મર્યાદા સદા પાળે, એ જ "સ્વયમ્'ભૂ" ગીરનો જાયો,
જય હો જય હો હાવજ તારો, અમર તારો છાયો!
વિશ્વ સિંહ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"