પહેલી મુલાકાતમાં કોઈ તમને ઓળખે,
અથવા તો તમારા વિશે કોઈએ સાંભળીળ્યું હોય,
અથવા તો તમે જાહેર માધ્યમના કોઈ સામાજિક, કે વ્યાવસાયિક ક્ષેત્રે જોડાયેલા હોવ, અને એના થકી લોકોમાં તમારી જે છાપ બંધાણી હોય, કે તમે ઊભી કરી હોય,
અને જો તમે ખરેખર એવા હોવ,
અને અનિવાર્ય સંજોગો સિવાય
જો તમે એવા રહી શકતા હોવ,
તો...
તો એના જેવું ઉત્તમ જીવન
બીજું એકે નહીં.