Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવ ડફોળ છે તું વાદળ.
કરે રોજ ડોળ છે તું વાદળ.

કાં વરસવા મંડ, કાં જા વિખરાઈ.
બેવડી નીતિ તારી સૌથી વગોવાઈ.
નથી‌ સંભળાતું કે નઘરોળ છે તું વાદળ ?

વરસે ત્યાં અનરાધાર,બીજે ન ટીપું લગાર.
સૂરજ સંતાડે વારંવાર,તોય ન વરસે તું યાર!
માનવ મુખે એ જ કાગારોળ છે તું વાદળ!

ક્યાંક કોઈ ડૂબી મરે, ક્યાંક કોઈ તને કરગરે.
ક્યાંક જળ ઉભરાવે, ક્યાંક સાવ ખાલી રખાવે.
લોકો કહે‌ ક્યાંક ગોળને ક્યાંક ખોળ છે‌ તું વાદળ!

કોઈ પોકારે " પાણીપાણી" કોઈ કંટાળે "પાણીપાણી"
વરસવાનું નથી ભાન, જાણે કોઈ બાળ નાદાન.
આભ
રોકીને બેઠાં તમે,ખબર પડે આવો હેઠાં તમે.
ખાબક્યા ત્યાં તો પછી સાવ ઓળઘોળ છે તું વાદળ.

- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112032252
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now