વરસો વાદળ અમીધારા.
ધીરજ ધરતી ધરતી વિનવે, અવની ના આધારા.
વરસો વાદળ અમીધારા.
ચાતક ડોળે સૌ કરે પ્રતીક્ષા, કિસાનોના દુલારા.
ભીજવો ધરાને દૈ વારિ તમે,બનીને એકે હજારા.
કૃષિ કારોને તમારા પનારા.
વરસો વાદળ અમીધારા.
તપ્ત ધરિત્રી ઝંખી રહી છે શીતળતા જળની આજે.
સૂરતાપે અંગેઅંગ એનાં જોને કેટકેટલાં છોને દાઝે.
આપે વસુંધરા આવકારા.
વરસો વાદળ અમીધારા.
અનરાધારે વરસીને તમે તો ભરી દ્યોને જળભંડારા,
વસુધાને અર્પીને જળ અવનીના હરિયાળી નજારા.
સૌને થાય પછી હાશકારા,
વરસો વાદળ અમીધારા.
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.