જાણે લાગણીતણી ટંકશાળ, કવિની દુનિયા હોય વિશાળ.
રખેને પ્રેમ પદાર્થની પરસાળ, કવિની દુનિયા હોય વિશાળ.
અનુભવે અંતર ને શબ્દો જાણે સત્ય બનીને પ્રકાશતા,
હૃદય તો ભોળું ભલુ કોઈ બાળ, કવિ ની દુનિયા હોય વિશાળ.
ના ભેદભાવ કે વેર વૈમનસ્ય ના એના મનમાં કદી એ જોવા મળે,
એના ઉરે મળે ઈશ્વરની ભાળ, કવિની દુનિયા હોય વિશાળ.
નવનીત સમા ઉરે એ વજ્રપ્રહારો જગતના હોય જે સહેતા,
ઈર્ષા,ખટપટને દેખાડે જે ખાળ, કવિની દુનિયા હોય વિશાળ.
પરમેશ્વર પણ કદી એના ઉરમાં વસવાનું વિચારતો હશે કદાચ,
એને ફાવે નહીં દુન્વયી ઝંઝાળ, કવિની દુનિયા હોય વિશાળ.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.