Gujarati Quote in Jokes by Bhumika Vyas

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગોવાનો વરસાદ ગોવાના દારૂ જેવો છે, જેમ ગોવાનો દારૂ ખૂબ પીએ છે પણ ચડતો જ નથી.
તેમ વરસાદ ખૂબ પડે છે પણ દેખાતો જ નથી.

કોલ્હાપુરનો વરસાદ ઘરજમાઈ જેવો છે, એકવાર ઘુસ્યો કે બસ મુકામ જ કરી લે છે. જાઓ કહેવામાંય વાંધો અને રહી જાઓ કહેવામાં ડબલ વાંધો ..

અને મુંબઈનો વરસાદ
પ્રેમિકાના બાપ અને ભાઈ જેવો..
ક્યારે આવીને ટપકી પડશે અને ધોઈ-ધોઈને (ઝૂડીને) ચાલ્યો જશે, કાંઈ કહેવાય નહીં!

પુણેનો વરસાદ પત્નીઓ જેવો છે, તેઓ ગુસ્સે થાય ત્યારે સાફ-સાફ બોલતી નથી.
બસ આખો દિવસ કચકચ ચાલુ જ હોય. વરસાદ પણ સરખો ધોધમાર પડતો નથી, આખો દિવસ બસ ધીમો-ધીમો કચકચ, ઝરમર-ઝરમર ચાલુ જ રહે. સાવ કંટાળો!

કોંકણપટ્ટી નો વરસાદ
લગ્ન થયા પછી માણસ સંસારમાં ડૂબી જાય ને, એવો જ!
એકવાર શરૂઆત થઈ કે છેલ્લે સુધી ધોધમાર... ધોધમાર... પડતો જ રહે છે..

અમદાવાનો વરસાદ એટલે 'લફડું'..
જામ્યું તો જામ્યું, નહીં તો બધું જ નકામું..

બેલગામનો વરસાદ સાત જનમ મળેલી અનુભવી પત્ની જેવો છે.
પ્રેમની ઝરમર, આપ્તજન જેવી ધારાઓ અને ઉપરથી વરસતા માયાના કરા..

બધાને ચોમાસાની હાર્દિક શુભેચ્છાઓ!

🌩️⛈️🌧️🌨️

Gujarati Jokes by Bhumika Vyas : 112029535
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now