English Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વમાન માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરાંગના! 🚩
પ્રેમ, બલિદાન અને આત્મસન્માનની અનોખી ગાથા - અડાલજની વાવ! 🏰

​ગુજરાતની એક રાજપૂતાણીએ મુસ્લિમ બાદશાહ મોહમ્મદ બેગડાની બેગમ બનવાના બદલે પોતાનો જીવ આપી દીધેલો. શું તમને ખબર છે? આ રાજપૂતાણીનું નામ હતું રાણી રૂડાબાઈ.
​અડાલજની વિશ્વવિખ્યાત વાવ રાણી રૂડાબાઈના નામે છે. રાણી રૂડાબાઈ અડાલજના વીરસંગ વાઘેલાના પત્ની હતા. વાઘેલા રાજવીએ અડાલજમાં રાણી રૂડાબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું, પરંતુ વીરસંગ યુદ્ધમાં મરાતા વાવનું બાંધકામ અટકી પડ્યું.
​અમદાવાદનો સુલતાન મોહમ્મદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈ ગયેલો, તેથી તેમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે મોહમ્મદ બેગડો વાવનું કામ પૂરું કરાવશે તો પોતે તેની સાથે લગ્ન કરશે. રાણી પતિની ઈચ્છા પૂર્ણ કરીને લોકોનું ભલું કરવા માનતા હતા.
​મોહમ્મદ બેગડાએ શરત સ્વીકારીને વાવનું નિર્માણ ઈ.સ. ૧૪૯૯માં પૂરું કરાવડાવ્યું. રાણી રૂડીબાઈએ વાવનું બાંધકામ જોવા ગયા અને પોતાના ઉદ્દેશ પૂરો થઈ ગયેલો લાગતા વાવમાં કૂદીને તેમણે આત્મહત્યા કરી નાખી.
https://www.facebook.com/share/p/1DLiTRxR9M/

English Blog by Gautam Patel : 112029355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now