Gujarati Quote in Whatsapp-Status by Shailesh Joshi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તકલીફો એ
તમામ જીવોનું અવિભાજ્ય, પરંતુ મર્યાદિત માત્રાવાળું અંગ છે, અને એ આવે છે જ એટલા માટે કે,
પ્રત્યેક જીવ, પોતાનું જીવન વધારે ને વધારે સારી રીતે જીવી શકે,
નહીં કે કોઈપણ જીવને દુઃખ આપવા, કે દુઃખી કરવા માટે.
એટલે જ્યારે જ્યારે,
જીવનમાં કોઈ નાની કે મોટી તકલીફ કે તકલીફો આવે ત્યારે,
જેટલા બની શકે એટલા વહેલા
જો આપણે એનું સમાધાન શોધતા શીખી લઈશું, તો એ આપણા હિતમાં રહેશે, અને જો કદાચ
એનું સમાધાન શક્ય જ ન હોય તો,
એનો સામનો કરતાં જો આપણે શીખી લઈશું,
તો આપણને આપણું જીવન જીવવા માટેની જે મજા આવવી જોઈએ એ મજા, આપણા જીવનમાં આપોઆપ વધતી જશે, અને એની સામે, પાછું આપણા જીવનમાંથી અમુક તકલીફો તો આપોઆપ એની મેળે જ ઘટતી પણ જશે.
બાકી જો આપણે એનાથી દૂર ભાગીશું તો એતો, આપણી પાછળ જ નહીં પડે, પરંતુ એતો
"દિન દુની અને રાત ચોગુંની" લગાતાર વધતી જ રહેશે, અને પછી એ આપણને ચારેબાજુથી ઘેરી, એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે,
કે પછી આપણા માટે એમાંથી બહાર નીકળવું ખૂબજ મુશ્કેલ બની જશે.

Gujarati Whatsapp-Status by Shailesh Joshi : 112029196
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now