આટઆટલા અત્યાચાર હૃદય પર શોભતા નથી.
વળી થતા વારંવાર પ્રહાર હૃદય પર શોભતા નથી.
શું એને પંપ માની બેઠા જે રક્ત સંચાર કરે શરીરે,
ને આવા ઉગ્રત્તમ વ્યવહાર હૃદય પર શોભતા નથી.
કુસુમથીય કોમળ છે રચના સાવ મુલાયમ જાણે કે ,
ને આવા ખંડનના ઉચ્ચાર હૃદય પર શોભતા નથી.
ભંડાર છે એ લાગણીનો ભારોભાર ભરી છે એમાં,
સાવ મતલબી એ વિચાર હૃદય પર શોભતા નથી.
વાસ છે પરમેશનો અંતરે એમ સૌ કોઈ કહે છે સદા, એને વલોવવાના આચાર હૃદય પર શોભતા નથી.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.