Gujarati Quote in Poem by sneh patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘેરો એ રંગ જોઈ , મન માં કઈક થાય
બાદામી એ નજર માં બધું જ મને ભૂલાય

સરોવર જેવી આંખો ને , કાળજ ના બંધન થાય
આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય .

ઘેરી બદામી આંખો માં કાજળ જ્યારે રેડાય
કાજળ ની એ સહી બનાવી કવિતા કોઈ લખાય

જુકે નજર તમારી તો સાંજ ઢળી જાય
આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય .

ઈર્ષ્યા કરે રાત્રી , એની જો સરખામણી થાય
મનમાં અને પણ થાય કે તમારું કાજલ બની જાય

કતલ કરવાના એક નજર માં જ્યારે ષડયંત્ર રચાય
આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય .

નાનકડી તામળી આંખોથી પ્રેમ ની વર્ષા થાય
દુનિયા ને ડુબાડી મારું હૈયું એમાં તણાય

એ નથી અણિયારી તો પણ કતલ થાય
આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય .

નજર મળે ને હૈયું ધબકે એવો જાદુ થાય
બદામી રંગ ની માયા માં મન બેકાબૂ થાય

જોઈ એક વાર એને વારંવાર જોવાનું મન થાય
નૃત્ય કરતી પાંપણે કવિતા આ ગવાય

સ્નેહ થી લખે છે સ્નેહ , બની શકે ભૂલ પણ થાય
કેમ કે આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય .

Gujarati Poem by sneh patel : 112025746
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now