Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંગોને શરીરમાં સંકોચે છે કાચબો.
આપત્તિથી જાત બચાવે છે કાચબો.

મજબૂત દેહઆવરણ આપે રક્ષણ,
ધીમી ગતિએ એ ચાલે છે કાચબો.

શિવમંદિરમાં હાજરી અચૂક હોવાની,
સ્થિતપ્રજ્ઞતા રખેને દેખાડે છે કાચબો.

વિષયોમાંથી જીવને સંકોચવાની વાત,
અદભુત સંદેશ એનો આપે છે કાચબો.

નિરુપદ્રવી સજીવ જીવન જીવે છે એનું,
જળ અને સ્થળમાં સદૈવ વસે છે કાચબો.

સતત ચાલવાની રીત વિજય અપાવે એને,
સસલાથી આગળ કેવો એ ધપે છે કાચબો.

-ચૈતન્ય જોષી ,'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112025668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now