Gujarati Quote in Funny by Bhumika Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે ત્યાં અરેન્જ્ડ મેરેજમાં છોકરી જોવા જઈએ એટલે એક પ્રશ્ન તો બાય ડિફોલ્ટ ફિક્સ જ હોય કે "છોકરો શું કરે છે?"😉
.
ભુરા માટે છોકરી જોવા ગયુ તેનુ ફેમિલી. ડ્રોઈંગ રૂમમાં ચા-પાણી અને નાસ્તો પતી ગયો, એટલે છોકરીના પપ્પાએ ધીમે રહીને મુદ્દાની વાત કાઢી: "તો તમારો દીકરો શું કામકાજ કરે છે અત્યારે?"
.
ભુરાના બાપાએ ચશ્મા સરખા કર્યા અને ગળું ખંખેરીને ફૂલ કોર્પોરેટ સ્ટાઈલમાં પ્રેઝન્ટેશન ચાલુ કર્યું:- "જુઓ, અમારો ભુરો અત્યારે એક એગ્રો-બેઝ્ડ Direct to Consumer સ્ટાર્ટઅપનો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છે. અમે ઓર્ગેનિક હેલ્થ અને વેલનેસ સેક્ટરમાં ડીલ કરીએ છીએ."
.
છોકરીના પપ્પા તો સાંભળીને જ અડધા ઈમ્પ્રેસ થઈ ગયા: "અરે વાહ! તો પ્રોડક્ટ શું છે તમારી?"
.
બાપાએ પાછો બીજો ફાંકો માર્યો: "અમારો મેઈન પોર્ટફોલિયો છે હાઈ-પ્રોટીન રોસ્ટેડ લેગ્યુમ્સ અને ટ્રેડિશનલ કેરેમલાઈઝ્ડ સ્વીટ્સ! અમે કાચો માલ સીધો હોલસેલ સપ્લાય ચેનમાંથી ઉઠાવીએ છીએ, પછી અમારા પોતાના થર્મલ પ્રોસેસિંગ યુનિટમાં એને ડ્રાય-રોસ્ટ કરીએ છીએ. અને સૌથી મોટી વાત, અમારું પેકેજિંગ ૧૦૦% ઈકો-ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ છે!"
.
છોકરીવાળા તો આ બધું સાંભળીને જ ચોંકી ગયા કે આ તો કોઈ બહુ મોટી મલ્ટીનેશનલ કંપની લાગે છે! છોકરીના કાકાથી રહેવાયું નહિ એટલે પૂછ્યું: "તો તમારી કંપનીની મેઈન ઓફિસ ક્યાં છે? અને કેટલા કર્મચારીઓ છે?"
.
બાપો જરાય ગભરાયા વગર બોલ્યો: "જુઓ, અત્યારે મોડર્ન અને લીન-સ્ટાર્ટઅપ નો જમાનો છે એટલે અમે દુકાનના ભાડા અને લાઈટબિલના ફાલતુ ખર્ચાઓમાં નથી પડતા. અમારું 'મોબાઈલ રિટેલ આઉટલેટ' છે, જે રોજના ટ્રાફિક અને પબ્લિકના ફૂટફોલ પ્રમાણે લોકેશન શિફ્ટ કરે છે. અને બધું ઓપરેશન મારો દીકરો એકલો જ હેન્ડલ કરે છે, સોલોપ્રેન્યોર છે મારો ભુરેશ!"
.
છોકરીના પપ્પા હવે પૂરેપૂરા કન્ફ્યુઝ થયા, એમને થયું કે આ અંગ્રેજી આપણા ભેજાની બહાર જાય છે: "મને આ માર્કેટિંગની ભાષામાં બહુ ખબર ના પડી. જરા દેશી ભાષામાં સમજાવશો કે છોકરો એક્ઝેટલી કરે છે શું?"
.
ત્યાં ખૂણામાં બેઠેલો છોકરાનો ખાસ ભાઈબંધ ધીમે રહીને બોલ્યો: "અંકલ, આ કાકા એમ કહેવા માંગે છે કે આપણો ભાઈ હાઈવેના નાકે શિંગ, ચણા અને રેવડીની લારી ચલાવે છે! કડાઈમાં રેતી નાખીને ચણા શેકે છે અને છાપાની પડીકી વાળીને ગ્રાહકને પકડાવે છે, એને આ લોકો બાયોડિગ્રેડેબલ પેકેજિંગ કહે છે!" 😂
.
આ સાંભળીને છોકરીના પપ્પાના હાથમાંથી ચાની રકાબી પડતા પડતા રહી ગઈ! 😜
.
તો ભાઈઓ, માર્કેટિંગમાં શબ્દોની માયાજાળ બહુ અઘરી વસ્તુ છે, જો તમારું પ્રેઝન્ટેશન જોરદાર હોય તો શિંગ-ચણાની લારી પણ કોર્પોરેટ સ્ટાર્ટઅપ બની શકે છે!
😂🤣😇
બજારની આજની તેજી-મંડીમાં બે ઘડી મોજ 😀

Gujarati Funny by Bhumika Vyas : 112025474
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now