ચોક વગરની આ આંગળીઓ આજે સાવ કોરી લાગે છે,
ઘરની આ નિરાંત પણ હવે મને થોડી અધૂરી લાગે છે.
સવારના એ પગરવનો અવાજ કાને હજી ગુંજે છે,
કોણ જાણે કેમ, આ શાંતિ હવે મને ક્યાંક ખૂંચે છે.
પહેલી બેન્ચ પર બેસતી એ આશાઓ યાદ આવે છે,
છેલ્લી બેન્ચ પર છુપાયેલી એ મસ્તીઓ યાદ આવે છે.
"લેસન બાકી છે" ના બહાના સાંભળવા પણ હવે તરસે મન,
વિદ્યાર્થીઓ વગરનું આ ઘર જાણે લાગે કોઈ સૂનું વન.
ભલે નથી ત્યાં હાજરી પત્રક, પણ યાદમાં દરેક નામ છે,
શિક્ષક હોવું એ માત્ર વ્યવસાય નહીં, મારું ધામ છે.
- Nidhi Vaja