લખતાં તો લખાય ગયું કહાની નું એક પાનું..
નોતી જાણ કે અલ્પવિરામ ઓછા આવશે.
ગયેલ સમય નું પાનું ઉથલાય તો ગયું હતું...
નવાં પાને હવે જગ્યા કેમ ઓછી આવતી હશે.
સમર્પણ ને પણ હાશીયા માં ટેકાવી રાખીશ હવે..
ખબર છે ખુદનાં સમર્થન ની જરૂર પડશે હવે.
આજ નહીં તો કાલ... હૃદય ને પણ હોઠ આવશે...
ધબકારા ને બદલે પ્રત્યુતર આપી દેશે હવે.
નમણાય અમારી નબળાઈ મા ગણાય છે હવે..
ફુલ ની હારે કાંટા પણ રાખશું હાથે હવે.
પારકાં સમંદર કરતા પોતીકું ખાબોચિયું સારું..
લાશ બની કિનારે સચવાય જાશું હવે.