**લક્ષ્યની પેલે પાર**
સફર છે અનોખી ને રસ્તો છે પહાડી
પગલાં ભરે એ જ મુસાફર છે દહાડી
શિખરો તો ઊંચા આભને અડે છે,
પણ રસ્તા નસીબદારને જ ઊંચા જડે છે.
નજર રાખજે તું હંમેશા એ ઊંચાઈ પર,
ભલે ને લાગે કે સફર છે આ વસમી ડગર પર
થાક લાગે તો જરાક શ્વાસ તું લેજે,
પણ હાર માનીને ક્યાંય પાછો ન વળજે.
જ્યારે પહોંચીશ તું એ ટોચ પર છેલ્લે,
વાદળો પણ આવીને તારા પગને ચુંબશે.
એ સફરનો થાક ત્યારે સ્મિત બની જશે,
ને આખું આકાશ તારા નામનું થઈ જશે.
શિખર માત્ર પથ્થરોનો ઢગલો નથી હોતો,
એ તો તારા સંઘર્ષનો જીવતો પુરાવો હોય છે.
ચાલ્યો છે તું એટલે જ શિખર ઝૂક્યું છે,
તારા આત્મવિશ્વાસ આગળ "સ્વયમ્'ભૂ" ગગન પણ ટૂંકું છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"