💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
"મ" થી મમ્મી 👩🦰અને "મ" થી મોબાઈલ.....📲
આજકાલ બંન્ને માથાનો દુખાવો થઈ ગયા છે.🤕
પૂછો કેવી રીતે ? 🤔🤔
મોબાઈલમા મસ્ત રહેનારી મારી મમ્મી આજકાલ મોબાઈલમા જોઈને અવનવી વાનગીઓ બનાવતી થઈ ગઈ છે. ન ભાવતા રિંગણના શાકનુ પણ જાણે નવુ વર્ઝન બનાવતી હોય એમ "બેંગન કરી" ના નામે રિંગણનુ શાકનુ શાક બનાવીને ખવડાવે છે બોલો..😆😆
નાના ટાબરિયાને નવડાવીને એને કલાકો સૂધી કપડા પહેરાવવાનુ ભૂલી જાય છે. આ તો રિલ બનાવતી વખતે મમ્મીને યાદ આવે , અરે નાનકાને તો કપડા જ નથી પહેરાવ્યા. પાછી નાનકાનો એવો ને ફોટો પાડીને સોશ્યલ મિડિયા પર મૂકી નીચે કેપ્શન લખે: " મારો નટખટ કાનૂડો"
અરે મમ્મી...! જરા તો વિચાર કર. આ તારો કાનૂડો મોટો થશે અને એની ગોપીઓ સમી ગર્લ ફ્રેન્ડ જ્યારે એના આવા ફોટા જોશે તો એના વિશે શુ વિચારશે?🙄🙄
મોબાઈલમા વાનગીઓની રેસિપિ જોઈને માસ્ટર શેફ બનેલી મમ્મી એની નવી બનાવેલી ડિશના સૌથી પહેલા અખતરા આપણને ખવડાવીને જ કરશે....🙉🤯
એમા પાછા એના વગોણા પણ ન કઢાય.
નહી તો "તારા જીભના ચટાકા માત્ર બહારનુ ખાવાનુ પસંદ કરે છે, ઘરનુ ખાતા ચૂક આવે છે. " જેવા વાક્બાણનો મારો ચાલુ કરી દે.
જે પણ હોય, પણ મમ્મીના હાથના થેપલા, ઢોકળાથી લઈને એના હાથની સ્વાદિષ્ટ રસોઈ જેવો સ્વાદ તો ફાઇવ સ્ટાર હોટેલની વાનગીનો પણ નહી હોય. ખરુ ને..?😍😍
ટૂંકમા મમ્મી અને મોબાઇલ બંન્ને આજે એકબીજાના પૂરક બની ગયા છે. સાચુ કહુ છુુ ને...?🤩🤩
આજે મધર્સ ડેના દિવસે લાગણીસભર પોસ્ટ તો બધા લખતા હોય છે.😊😊
પણ મારે તો મમ્મીને હસાવતી આવી ફની પોસ્ટ જ લખવી છે.
તમારી મમ્મીના પણ આવા કોઈ તો કોમેડી કારનામા હશે ને?
તો હસો અને મમ્મીને આજે મનભરીનેે હસાવો.😇😇😂😂
દરેક મમ્મીઓને મધર્સ ડેની ખૂબ ખૂબ શુભકામના 💐💐🥳🥳🎂🎂🎂🎂🎂🎂🎂🎂