કયારેક જીવવું પણ એવું દોઝખ જેવું લાગ્યું
પછી વ્યથા નો ભાર મારૂ કવન ઉપાડવા લાગ્યું
સાજ થતાં એકાત નુ સામ્રાજ્ય અળગવા લાગ્યું
સુખની કેડી પર જાણે પાવક જાગવા લાગ્યું
કળી ખુશબૂ ની ગાગર ભરીને આવી હેત ઢોળાવા લાગ્યું
વિહંગનુ કલરવ એના ઊખના તાંતણા તોડવા લાગ્યું
પંપાળેલા વહેમનુ આયુષ્ય વામન થતા જોઈ વહમુ લાગ્યું
વખત પછી ઘણા ચહેરા જોયા અડીખમ ઉભવુ અઘરુ લાગ્યું