Gujarati Quote in Poem by Anilkumar Rathva

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કઠિન પથ પર અડગ ડગલાં ભરીને જોઈ લે તું પણ,
મુસીબતની નજર સાથે નજર મિલાવી લે તું પણ.

​નથી મંજિલ નસીબોના કોઈ પાનાં પર લખાયેલી,
લખાય છે એ પરસેવે, જરા લખી લે તું પણ.

​રુકાવટ તો ફક્ત પરખે છે તારા લોહીની ગરમી,
અગનપથ પર અચળ શ્રદ્ધા ધરીને જોઈ લે તું પણ.

​હજારો ઠોકરો ખાઈને જે ઊભો થાય છે ફરીથી,
ખમીરવંતા એ માનવીની મિશાલ બની લે તું પણ.

​નથી લાચાર એ આંખો જે સપનાં જોતી હોય છે,
પલક પર જીતનું અંજન લગાવી લે તું પણ.

​ભલે હો આખરી શ્વાસ આ સંઘર્ષની રણભૂમિમાં,
કરીને શૂન્યમાંથી સર્જન, દુનિયા જીતી લે તું પણ.

Gujarati Poem by Anilkumar Rathva : 112021593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now