ઉંચેરા આભમાંથી વરસતો તડકો.
પ્રાબલ્ય જમાવીને ગરજતો તડકો.
અગનજ્વાળાઓ અવનીને દઝાડે,
બારીને દરવાજેથી પ્રવેશતો તડકો.
પરાકાષ્ઠા ગરમીની લાવીને જંપતો,
ત્રાહીમામ લોકમુખે ક્હાવતો તડકો.
કોઈ પથિક પરસેવે રેબઝેબ થૈ જતો,
એનાં અંગેઅંગને દઝાડતો તડકો.
શોષી લૈને જળરાશિ ખાલી કરતો,
વર્ષાતણી પ્રતીક્ષા કરાવતો તડકો.
-ચૈતન્ય જોષી. 'દીપક.' પોરબંદર.