Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ગળી ચીજોથી ડાયાબિટિસની શક્યતા વધે છે ?

ડાયાબિટિસ એ વખતે થાય કે જ્યારે શુગરને પચાવવા માટે
શરીર જરૂરી ઇન્સ્યુલિન
પેદા કરી શકતું નથી
અથવા તો પેદા થતું
ઇન્સ્યુલિન શુગરને ન્યાય
આપી શકતું નથી. એકંદરે
જોતાં રોગ આનુવંશિક છે, માટે એ
રોગના વારસાગત જિન્સ
ન ધરાવતી વ્યક્તિ પુષ્કળ
ગળી ચીજો ખાય પણ
વજન સપ્રમાણ જાળવે
તો એને ડાયાબિટિસ થાય
નહિ. જિન્સ હોય તો
એ રોગ થવાનું જોખમ
ખાસ્સું વધી જાય છે.
ડાયાબિટિસની કારક ગણાતી ખાંડને બદલે મેંદો વઘારે દોષિત છે. ઘઉંના અત્યંત બારીક દળેલા અને સફેદી માટે હાનિકારક રસાયણો વડે બ્લીચ કરેલા લોટનો ડાયાબિટિસ જોડેનો સીધો નાતો જોતાં તેના વપરાશ પર ચીને ૨૦૧૧માં કાનૂની પ્રતિબંધ મૂકી દીધો.
યુરોપિયન યુનિઅનના ઘણા ખરા દેશો તો લોટના બ્લીચિંગને
ક્યારના ગેરકાયદે ઠરાવી ચૂક્યા છે. આની સામે ભારતમાં
ઘઉંનો પ૦% કરતાં વધુ પુરવઠો wheat flourને બદલે white flour એટલે કે મેંદા તરીકે વપરાય છે. પિઝા, બિસ્કિટ, બ્રેડ, નાન, કુલચા, મીસી રોટી, પાસ્તા, નૂડલ્સ વગેરેના સ્વરૂપે મેંદો ખાવામાં ભારતીયોને કશી મર્યાદા નડતી નથી.
બ્લીચિંગ કરેલો મેંદો પોતે ડાયાબિટિસના મામલે નડી
જાય એવો પદાર્થ છે. પેન્ક્રિઆસના ઇન્સ્યુલિન પેદા કરતા
બિટા સેલ્સ નામના કોષો માટે ઝેરી નીવડતું alloxan કેમિકલ તેમાં મોજૂદ હોય છે. તબીબી પ્રયોગો દરમ્યાન ઉંદર જેવા કેટલાક સજીવોને તે રસાયણે Type-1 ડાયાબિટિસના રોગી બનાવ્યા છે. બ્લીચિંગવાળા સફેદ મેંદામાં એલોક્ઝેન ઉપરાંત કેન્સરકારક બ્રોમેટ. ક્લોરાઇડ, બેન્ઝોલિન પેરોક્સાઇડ વગેરે જેવાં નઠારાં કેમિકલ્સ પણ હોય છે.
https://www.facebook.com/share/p/1GM4gmrm1T/

Gujarati Blog by Gautam Patel : 112020329
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now