સુખ ના મળે તોયે સતત દોટ મુકવાની.
રીત જગતની કેવી રે ભલા છેતરાવાની.
રોજ ઉગતા સુરજે શોધ એની કરવાની,
મળે ના મળે સારું થયું એમ કહેવાની.
પ્રસાદ પ્રભુનો માની જિંદગી જીવવાની.
એક પછી બે તો ક્યારેક હો આવવાની.
શૂન્યની કે ઋણની તૈયારી જ રાખવાની.
સો એકડા પૂરા થયે પુનઃ એક ઘૂંટવાની,
રીત જગતની કેવી વિચિત્ર જે ખમવાની,
અસહાય બનીને જિંદગી ને ગુજારવાની.
- ચૈતન્ય જોષી 'દિપક ' પોરબંદર.