નારીનો લલકાર.!!!
સદીઓના અન્યાય સામે બગાવતી લલકાર ઉઠી છે,
દેવદાસી દાહક વ્યથામાંથી કરુણ પોકાર ઉઠી છે.
સતીચિતાની રાખમાંથી માનવ ગૌરવ જાગ્યું આજે,
ભસ્મકણમાંથી તેજસ્વી ચમકતી તલવાર ઉઠી છે.
આડંબર ધાર્મિક પ્રથાઓના ઘેરા અંધકાર સામે,
સત્યજ્યોતિના સંકલ્પોથી કઠોર પ્રહાર ઉઠી છે.
સંવિધાનના શબ્દોમાં સમતાનો પ્રકાશ પ્રગટ્યો,
હિન્દુ કોડના માર્ગોથી નવો ન્યાયી વ્યવહાર ઉઠી છે.
વિધાનગૃહ પ્રાંગણમાં ગુંજે અધિકાર ઘોષણા આજે,
અસમતા સિંહાસન સામે જનનો ધિક્કાર ઉઠી છે.
વિજ્ઞાન ગગનપંથે દીકરી સ્વપ્નપંખે ચડી ઉડે છે,
ઈસરોના પરિશ્રમથી વિશ્વવ્યાપી વિસ્તાર ઉઠી છે.
“પ્રસંગ” કલમે લખી દીધી બદલાતી કાળગાથા,
ભારતનારી અંતરમાંથી ક્રાંતિનો હુંકાર ઉઠી છે.
"પ્રસંગ"
પ્રણયરાજ રણવીર