મૌન સંબધોની આ તુટેલી જંજાળ.
સારી નીવડી કઈક અંશે તુટેલી જંજાળ.
વેરવિખેર કરીને આ સંબધો ગયા દુર ,
સાથે હતા ક્યારેક તો હતી તુટેલી જંજાળ.
હવે, કલ્પી રહી છે ખાલી આ તુટેલી જંજાળ
મનમાં ભાર હતો , તે હવે ઓછો થયો છે.
હવે આ અમસ્તી જંજાળ રહી નથી,
બસ સુકુન છે જીવનમાં મારા હવે ઘણો.
હવે તો ખુશીઓ પણ દરવાજે દસ્તક દે છે.
રોજ મળવાનું પણ થાય છે હવે ખુદથી ,
પેલા તો બસ મળતી આ બાંધેલી જંજાળ.
હવે તો છે મલકતું મુખ મારુ ને હસતી તસવીર...
બસ આ જ તો છે કલ્પી જીવનની મોજ
મૌન સંબધોની આ તુટેલી જંજાળ.
સારી નીવડી કઈક અંશે તુટેલી જંજાળ.
કપિલા પઢીયાર (કલ્પી)