અધૂરી રહી ગઈ.!!!
હું હતો જાગતો ને રાત અધૂરી રહી ગઈ,
તું હતી સપનામાં, લાગણી રહી ગઈ.
કહેવું હતું ઘણું, થંભી ગયા શબ્દ,
મૌનમાં બધું જ કહ્યા વિના રહી ગઈ.
દીવો બળતો રહ્યો, આંખ ભીની થઈ ગઈ,
આંગણે ઉજાસ હતો, છાયા રહી ગઈ.
તું નજીક હતી છતાં અંતર ઓછું ન થયું,
હાથમાં હાથ હતા, એક ખોટ રહી ગઈ.
સમય આગળ વધતો રહ્યો નિર્દય બની,
આંખોમાં અટકેલી એક ઘડી રહી ગઈ.
બધું કહીને પણ પ્રસંગ અટકી ગયો,
તારી હાજરીમાં પણ વાત રહી ગઈ.
પ્રસંગ
પ્રણયરાજ રણવીર