જીદ.!!!!
આંખો પણ અલગ માંગ લઈ બેઠી છે,
તું દેખાય ત્યાં જોવાની જીદ લઈ બેઠી છે.
તું સામે આવે તો શબ્દો થંભી જાય,
મારી ખામોશી તારી રીત લઈ બેઠી છે.
હું ન કહું છતાં તું બધું જાણી જાય,
મારી નજર તારી જ પ્રીત લઈ બેઠી છે.
દૂર રહીને પણ તું નજીક લાગતી,
હર એક ધડકન તારી હદ લઈ બેઠી છે.
દિવસે સંયમ રાખું દુનિયા સામે,
રાતે યાદ તારી વાત લઈ બેઠી છે.
"પ્રસંગ" કહે હવે શું લખું હું શાયર,
ગઝલ તો ખુદ તને જ સૌગાત લઈ બેઠી છે.
"પ્રસંગ"
પ્રણયરાજ રણવીર