'મમ્મી-પપ્પા' ના વળગણમાં 'બા-બાપુજી' ખોવાયા,
સંસ્કારોના સાચા મોતી, અંગ્રેજીમાં ધોવાયા.
પીઝા-બર્ગર ભાવે હવે, ભૂલ્યા સુખડી-લાપસી,
પોતાના જ ઘરમાં આજે, ગુજરાતી થઈ ગઈ પરદેશી!
ડિક્શનરીમાં શોધે અર્થ, જે હૈયામાં વસતા હતા,
ગઝલ-કવિતા ભૂલીને હવે, સ્ટેટસમાં જ જીવતા હતા.
વાંચો થોડું, લખો થોડું, ગર્વથી કહો 'હું ગુજરાતી',
જીભે ભલે હોય દુનિયા, પણ હૈયે રહેજો ગુજરાતી.
વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ 💐